ઘણી વાર તમને એવી વ્યક્તિ મળશે જે જૂઠું બોલવા મા અને જુઠા વાયદા આપવા મા માહિર હોય અને ખાસ કરી ને રૂપિયા ની આપલે બાબતે આવું કરવા વાડા ખુબ લોકો હોય છે. જો તમને પણ કોઈ છેતરે છે અને તમે પરેશાન છો તો જાણો કે કાયદાકીય રીતે તમે શું કરી શકો છો.
તમને જયારે કોઈ વ્યક્તિ ચેક આપે છે અને રૂપિયા આપવા ના જુઠા વાયદા કરે છે, તેમના ખાતા મા રૂપિયા ના હોય પરંતુ તમને ચેક આપી ને છેતરપિંડી કરે છે ત્યારે તમે તે વ્યક્તિ પર કેસ કરી શકો છો. તે માટે ચેક નું બાઉન્સ થવું જરૂરી છે. તમે ખાતા મા ચેક જમા કરાવીયો અને ચેક બાઉન્સ થાય ત્યારે બાઉન્સ થયેલો ચેક અને રસીદ, બેંક ના સહી સિક્કા સાથે હોવી જરૂરી છે.
તમે તે વ્યક્તિ પર નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના કાયદા હેઠળ કોર્ટ મા કેસ દાખલ કરી શકો છો. તે ઉપરાંત તમે પોલીસ મા પણ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે આવાજ કોઈ વ્યક્તિ થી પરેશાન છો અને તમારી સાથે છેતરપિંડી થઇ છે તો અમારો સંપર્ક કરો.
માત્ર ચેક જ નહિ, પરંતુ ECS (ઈલેકટ્રીક ક્લિયરન્સ સિસ્ટમ) પણ બાઉન્સ થાય તો પણ તમે કેસ કરી શકો અને પોલીસ માં ફરિયાદ નોંધાવી શકો છો.