લગ્ન જીવન ટકાવી રાખવા માટે એક બીજા ઉપર વિશ્વાસ ખુબ જરુરી છે. પરંતુ વિશ્વાસ મેળવવા માટે કે ટકાવી રાખવા માટે વફાદારી ખુબ જરુરી છે. કોઇ પણ સ્ત્રી માટે તેના પતિ ના બીજા સંબંધ સહન કરવા ખુબ મુશ્કેલ હોઇ છે અને તે લગ્ન જીવન તુટવા પાછળ નુ મોટુ કારણ બને છે.
શુ તમે પણ આવી પરિસ્થિતિ મા થી પસાર થાઓ છો? શુ તમારા પતિ ને બીજી સ્ત્રી સાથે સંબંધ છે? કય્દાકીય રીતે તમે તમારા હક માંગી શકો છો. જો તમારા પતિ ને બીજી સ્ત્રી સાથે સંબંધ હોઇ તો તમે તે કારણ થી તેમની સાથે છુટા છેડા માંગી શકો છો.
તમે તમારા પતિ ના બીજી સ્ત્રી સાથે ના સંબંધ વિશે કોર્ટ ને જાણ કરી શકો છો અને તમારા પતિ પાસે થી ભરણ પોષણ, એટલે કે તમને જીવન જીવવા માટે આર્થિક સહાય માંગી શકો છો.
જો તમારે બાળકો છે તો તમે તેમનો કબ્જો પણ માંગી શકો છો. તમે તમારા પતિ ની સંપતિ મા થી પણ હિસ્સો માંગી શકો છો.